GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓમાં ચેકીંગ હાથ ધરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૨.૨૦૨૪

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરા દ્વારા હાલોલના વડોદરા રોડ ઉપર આવેલ બગીચા વિસ્તાર, કંજરી રોડ, અને બસ-સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ-૬૬ ખાણીપીણીની લારીઓ તથા ફાસ્ટ ફુડની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ દુકાનોમાંથી રજવાડી ચા તથા ભાજીપાઉનું શાક મળી કુલ-૪ શંકાસ્પદ નમુનાઓ લઇ તપાસ માટે ગુજરાત રાજયની ફુડ લેબોરેટરીમાં મોકલી આપેલ છે. આ સાથે તપાસ દરમ્યાન વપરાયેલ તેલનું TPC ચેક કરવામાં આવેલ અને ૨૬ કિલો બિન આરોગ્યપ્રદ ખાદ્ય-ચીજોનો તથા ૮ કીલો ન્યુઝ પેપર કે જેમાં નાસ્તો પીરસવામાં આવતો હતો તેનો સ્થળ ઉપર જ નાશ કરી ફુડ સેફ્ટી ઓફીસરો દ્વારા ફુડ સેફ્ટી એકટ, રૂલ્સ, રેગ્યુલેશન હેઠળ ફુડ રજીસ્ટ્રેશન મેળવી લેવા અને સ્વચ્છતા બાબતે શિડયુલ-૪ મુજબ પાલન થતું ન હોય નોટીસ ફટકારવામાં આવી હતી તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button