
તા.૨૬/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: એન.એસ.આઇ.સી. રાજકોટ દ્વારા જિલ્લાના રોજગારવાંચ્છુકો માટે ૨૮ ફેબ્રુઆરીને બુધવારના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્યુટીશિયન, સિલાઈકામ, કોમ્પ્યુટર ઓપરેટર, મશીનિસ્ટ, CAD/CAM, ઓટો કેડ, સી.એન.સી. તથા વી.એમ.સી. ઓપરેટર, ઇલેકટ્રીશીયન, પી.એલ.સી. પ્રોગ્રામર, ડાઇમેકરના કાર્ય માટે અનુભવી/બિન અનુભવી ઉમેદવારો ભાગ લઈ શકશે.

આ ભરતીમેળો એન.એસ. આઇ.સી. સેન્ટર, આજી ઇન્ડસ્ટ્રિયલ એરીયા, અમુલ સર્કલ નજીક, ગુજરાત ફોર્જિંગ સામે, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે યોજાશે, જેમાં સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન ફ્રી રજીસ્ટ્રેશન NSIC ટેકનિકલ સર્વિસિસ સેન્ટર(NTSC) આજી ઔદ્યોગિક વિસ્તાર, જૂના પી.ટી.સી ગ્રાઉન્ડ, ભાવનગર રોડ ખાતે કરી શકાશે તેમજ ઉમેદવારે પોતાનો રીઝ્યુમ સાથે લાવવાનો રહેશે. વધુ માહિતી માટે ૭૨૦૨૯૫૭૦૪૨ કે nsic.training1234@gmail.com પર સંપર્ક કરી શકાશે.
નોંધનીય છે કે, એન.એસ. આઇ.સી.એ કેન્દ્ર સરકારના એમ.એસ.એમ.ઈ. મંત્રાલય દ્વારા સ્થાપેલ કંપની છે. રાજકોટમાં NSICનું ટેકનિકલ સર્વિસિસ સેન્ટર(NTSC) કાર્યરત છે. જ્યાં એન્જિન, મોટર, પંપ, મટીરીયલ ટેસ્ટિંગ માટેની બી.આઇ.એસ. સર્ટિફાઇડ ટેસ્ટિંગ લેબોરેટરી અને વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવતું તાલીમ કેન્દ્ર કાર્યરત છે. આ સેન્ટર દ્વારા સરકાર માન્ય એનર્જી ઓડિટ પણ કરવામાં આવે છે.








