
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૨.૨૦૨૪
હાલોલની કણજરી રોડ ખાતે આવેલ શ્રી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર હાલોલ ખાતે શૈક્ષણિક વર્ષ 2023-24 થનગનાથ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તથા મયુરધ્વજસિંહ પરમારે હજરી આપી હતી તેમજ શાળા ટ્રસ્ટના પ્રમુખ શાહ જીગ્નેશભાઈ અને અન્ય ટ્રસ્ટીગણ તથા બીઆરસી કોર્ડીનેટર ધર્મેન્દ્રભાઈ ,સીઆરસી કોર્ડીનેટર પ્રવીણભાઈ પટેલ,બીટ નિરીક્ષક વાળંદ રાકેશભાઈ તથા બંને ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ પટેલ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ અમિતભાઈ પટેલ તેમજ શિક્ષક સ્ટાફ તેમજ શાળાના અન્ય હોદ્દેદારોએ પ્રસંગમાં હાજરી આપી 400થી વધારે પાર્ટીસિપેટ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી આ સમગ્ર કાર્યક્રમને સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.










