
એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા ભરુચ તાલુકાના શિક્ષકો માટે શૈક્ષણિક મેળાનું આયોજન કરવા મા આવ્યુ.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૪/૦૨/૨૦૨૪
આજ રોજ તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ SRF -ફાઉન્ડેશન (SRF Foundation), ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા શીક્ષણ તાલિમ ભવનના સહયોગથી ભરૂચ જિલ્લાની ૧૨ પ્રાથમિક શાળા વચ્ચે શૈક્ષણિક મેળાનું આયોજન જૂના તવરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ૧૭૮ શિક્ષકો, આચાર્ય મિત્રો તેમજ બાળકો સામેલ હતા. જેનો મુખ્ય હેતુ તમામ શાળાના શિક્ષકગણ અલગ અલગ TLM જાતે નિર્માણ કરી પ્રદર્શન કરવાનો હતો. જેના થકી અન્ય શાળાના શિક્ષકો પણ એક બીજા પાસેથી નવું શીખી શકે અને તેનો પોતાના વર્ગખડમાં બાળકોને ભણાવવામાં માટે કરી શકે. આ એક નવીન કાર્યક્રમને ખૂબ જ પ્રોત્સાહન શિક્ષકો અને આચાર્યો દ્વારા મળેલ હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શીક્ષણ તાલિમ ભવન ખાતેથી ડો.રેખાબેન સેન્જલિયા (પ્રાચાર્ય) હજાર રહ્યા હતા, તેમજ અતિથિ વિશેષ પરિમલસિંહ યાદવ, ઝાડેશ્વર ગ્રુપના ગ્રુપાચાર્ય દેવેન્દ્રભાઈ તેમજ યજમાન શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડો. જતીનભાઈ મોદી (જિલ્લા શીક્ષણ તાલિમ ભવન) તરફથી તમામ શાળાના TLM સ્ટોલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગની સાથોસાથ SRF Foundation દ્વારા આખા વર્ષ દરમિયાન થયેલ અલગ અલગ પ્રવૃત્તિઑ તેમજ સ્પર્ધામાં જે બાળકો તેમજ શિક્ષકો વિજેતા થાય છે તેમને અલગ અલગ ઈનામ આપી બિરદાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ શાળા સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અલગ અલગ સામગ્રી આપવામાં આવી હતી જેનો ઉપયોગ શાળા સુંદરતા વધારવા હેતુ રહ્યો હતો.
અતિથિ વિશેષ પરિમલસિંહ યાદવ, ભરુચ તલુકાના શિક્ષણ અધિકારી એ જણ્વ્યુ કે આ એક ખુબજ સુંદર અને એક બિજા પાસેથી શિખવાનુ ઉતમ જગ્યા SRF દ્વારા પુરુ પાડ્વામા આવ્યુ એ માટે આભાર વ્યક્ત કર્યો
હ્તો.








