જીલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની કાલોલ પ્રાથમિક ઉર્દુ શાળામાં બે નવીન ઓરડા બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

તારીખ ૨૪/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ તારીખ ૨૪/૦૨/૨૦૨૪ ના રોજ કાલોલ તાલુકા ની સાત શાળાઓમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા નવીન ઓરડાના બાંધકામ કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના વરદહસ્તે કરવામાં આવ્યા જેમાં જીલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ હસ્તકની કાલોલ પ્રાથમિક ઉર્દુ શાળામાં બી.આર.સી.કો.દિનેશભાઇ પરમાર ની અધ્યક્ષતામાં નવીન બે ઓરડાનું ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કાલોલ ઘાંચી સમાજના આગેવાન અને રબ્બાની મસ્જીદના પ્રમુખ અબ્દુલ રઝાક જાડા અને જુમ્મા મસ્જીદના પ્રમુખ યુસુફભાઇ બેલીમ સાથે હાજી ફારૂકભાઇ ગોરા,હાજી શકીલએહમદ વાઘેલા,હાજી સલામભાઇ કોશીયા સહિત ગામના અગ્રગણ્ય આગેવાનો સાથે કાલોલ કુમાર શાળા આચાર્ય રાકેશકુમાર ઠાકર, કાલોલ ઉર્દૂ શાળાના આચાર્ય હારૂનભાઇ સમોલ તથા સીઆરસી નરેન્દ્રભાઈ પટેલ,તાલુકા ઇજેનર ફારૂકભાઈ મિસ્ત્રી,કાલોલ કુમાર શાળાના શિક્ષક જયદીપસિંહ વાઘેલા તથા ઉર્દૂ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.










