MORBI:મોરબી રાષ્ટ્રીય દેવીપુત્ર સેના દ્વારા ગીગા ભમ્મરે કરેલા નિવેદનોના વિરોધમાં કલેકટર આવેદનપત્ર

MORBI:મોરબી રાષ્ટ્રીય દેવીપુત્ર સેના દ્વારા
ગીગા ભમ્મરે કરેલા નિવેદનોના વિરોધમાં કલેકટર આવેદનપત્ર

મોરબી : તાજેતરમાં આહીર સમાજના વ્યક્તિ ગીગા ભમ્મર દ્વારા થયેલા ચારણ સમાજના આરાધ્યા દેવીના અપમાનને મોરબી રાષ્ટ્રીય દેવીપુત્ર સેનાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
ભાવનગરના તળાજા ખાતે એક કાર્યક્રમમાં ગીગાભાઈ ભમ્મર દ્વારા ચારણ સમાજ અને માતાજીનો વિરુદ્ધ અશોભનીય ભાષણ આપવામાં આવ્યું હોય જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજરોજ મોરબી જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા સાથે મોરબી જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, આહીર સમાજ અને ગઢવી સમાજ વચ્ચે મામા ભાણેજ નો સંબંધ વર્ષોથી ચાલી રહ્યો હોય ત્યારે તેમના સંબંધને તોડવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોય તેવા આ ભાષણ કરનાર ગીગાભાઈ ભમર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.








