KALOL(Panchamahal)PANCHMAHAL
શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ નો દિવ્યાંગ વિદ્યાર્થી સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 માં જીલ્લા કક્ષાએ વિજેતા

તારીખ ૨૩/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર,જિલ્લા વહીવટી તંત્ર ગોધરા,પંચમહાલ અને બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના સયુંક્ત ઉપક્રમે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કનેલાવ તળાવ ગોધરા ખાતે તારીખ ૨૦/૦૨/૨૦૨૪ ના રોજ યોજાયો હતો.જેમાં શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી જોશી મૌલિક મહેન્દ્રભાઈ શાળાના વિશિષ્ટ શિક્ષક એસ.ડી.રોહિતના માર્ગદર્શન હેઠળ ગોળા ફેંકની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીયક્રમે વિજેતા બનેલ.જે બદલ શાળાના આચાર્ય રીતેશભાઈ પંડ્યા તથા સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]









