GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બજાજ ફાઈનાન્સ માથી લોન ઉપર મોબાઈલ આપાવનાર ને ભેગા મળીને માર મારતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ.

મોબાઈલ ના રેગ્યુલર હપ્તા નહિ ભરતા હપ્તા ની માંગણી કરતા માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ

તારીખ ૨૩/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મિત્રતા મા પોતાના નામે લોન લઈ મિત્રતા નિભાવનાર ભલાઈ કરતા મિત્રો ને ચેતવણી નોબોધપાઠ લેવા જેવો બનાવ બનેલ છે.કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલા નાના મહોલ્લા મા રહેતા હરસાન હનીફ ગલ્લા એ વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના કાકા આરિફભાઈ કાદીરભાઈ ગલ્લા નાઓ એ મોટા મહોલ્લા ખાતે રહેતા નાસીર રસુલ મદારી ને બજાજ ફાઈનાન્સ કંપની માથી પોતાના નામે લોન ઉપર છ મોબાઈલ ફોન અપાવેલ જે મોબાઇલ ની લોન ના હપ્તા ની રકમ સમયસર ભરપાઈ કરતો નહોતો જેથી મોબાઈલના હપ્તાની રકમની માંગણી કરતા તેઓની સાથે ઝઘડો તકરાર કરી તને અહીંયા કોણે બોલાવ્યો છે તારે માર ખાવો છે? તેમ કહી ઝપાઝપી કરી ગડદા પાટુ નો માર મારવા લાગેલા થતા નાસીર ના પિતા રસુલ ઈસ્માઈલ મદારી તથા માતા રુકસાના રસુલ મદારી તેમજ નાસીર ના મામા મુસ્તુફા ઈસ્માઈલ ભુરા ઉર્ફે હોટલવાળા દોડી આવેલા અને આરીફ ભાઈ ને ગડદા પાટુ નો માર મારેલો. આસપાસ થી માણસો દોડી આવતા તેઓને છોડાવ્યા હતા તે દરમિયાન હવે પછી મોબાઇલના હપ્તાની માંગણી કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા હતા. આરોપીઓ ના સગા સામે બે ત્રણ માસ પહેલા રાઇટિંગનો ગુનો નોંધાયેલો હોવાથી ગભરાઈને વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહીલા સહિત કુલ ચાર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button