HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે કાર ચાલક સહીત બે ઝડપાયા

હળવદ પોલીસે કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી વાહન ચેકીંગ દરમિયાન સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની ૧ નંગ બોટલ તથા બિયરના ૧ ટીન સાથે કાર ચાલક તથા બાજુની સીટમાં બેસેલ બંને શખ્સોને કેફી પ્રવાહીના નશાની હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે સ્વીફ્ટ કાર, દારૂ-બિયરનો જથ્થો તેમજ બંને આરોપી પાસેના 3 મોબાઇલ સહીત ૧,૧૧,૪૦૦/-નો મુદામાલ કબ્જે લઇ આગળની તાપસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય ત્યારે કવાડીયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરતા હોય તે દરમિયાન દૂરથી એક સ્વીફ્ટ કાર રજી. જીજે-10-ડીએન-0302 સર્પાકાર રીતે ચલાવી આવતી હોય તેને રોકી તલાસી લેતા વિદેશી દારૂની પાસ પરમીટ કે આધાર વગરની વ્હિસ્કીની ૧ બોટલ તથા કિંગફિશર બિયરનું ૧ ટીન મળી આવ્યું હતું. આ સાથે આરોપી કાર ચાલક મહેશભાઇ કારૂભાઇ વરૂ ઉવ.૨૮ હાલ રહે. રાજકોટ ગોપાલ ચોક સાધુ વાસવાણી રોડ મુળરહે-જસાપર જી-જામનગર તથા કારની બાજુની સીટમાં બેસેલ જીતુભાઇ પુનમભાઇ વકાતર ઉવ.૨૫ રહે.વિરેન્દ્રગઢ જી સુ.નગર એમ બંને કેફી પ્રવાહીના નશાની હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે હળવદ પોલીસે બંને આરોપીની અટક કરી સ્વીફ્ટ કાર, ત્રણ મોબાઇલ, દારૂ-બિયરનો જથ્થા સહિતનો કુલ કિ.રૂ.૧,૧૧,૪૦૦/-નો મુદામાલ કબ્જે લઇ બંને આરોપીઓ વિરુદ્ધ એમ.વી.એક્ટ તથા પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button