જૂનાગઢ નેત્રમ શાખાને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડિજીપી દ્વારા ૧૫મો એવોર્ડ એનાયત કરાયો

જૂનાગઢ નેત્રમ શાખાને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડિજીપી દ્વારા ૧૫ મો એવોર્ડ એનાયત કરાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત ૧૦ મી વખત પ્રથમ નંબર આપવામાં આવેલ હતો. નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂની ટીમના પોલીસ કોન્સ. અંજનાબેન ચવાણને ગાંધીનગર ખાતે ડી.જી.પી. વિકાસ સહાય દ્રારા નેત્રમ શાખાને પ્રથમ નંબરનો એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.
તેમજ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૧૦ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં તમામ ક્વાર્ટરમાં જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, તેમજ 3 વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.