BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

SRF ફાઉન્ડેશન દ્વારા ચાલતા આંગણવાડી કાર્યકર શૈક્ષણીક કાર્યશાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સહાપૂર્ણ ઉજવણી.

નેત્રંગ ખાતે કાર્યરત એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા તાલુકાની ૩૭ જેટલી આંગણવાડીમાં શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડી રહ્યાં છે.
જેમાં એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા આ આંગણવાડીઓમાં હેન્ડ બુક અને આંગણવાડીના વર્કોરોને પણ મોડ્યુલ બુક કે જે શિશુઓને સરળતાથી ભણાવી શકાય એ હેતુ થી આ બુકો આપવમાં આવે છે. સાથે વાત કરીએ તો એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા દર માસે આંગણવાડી વર્કોરોની તાલીમ પણ આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રત્યેક વર્ષે 21 જૂન “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં આંગણવાડી વિકાસ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યકર શૈક્ષણીક કાર્યશાળામાં આવતા આંગણવાડી કાર્યકર બહેનોને એસ.આર.એફ ફાઉન્ડેશનમાં નેત્રંગ ખાતે આંગણવાડી ડેવલોપમેન્ટ પોગ્રામ ફિલ્ડ ઓફીસર તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન વસાવા યોગથી થતા ફાયદા અને યોગ વિશે માર્ગદર્શન આપી યોગ નિદર્શન કરી કાર્યકર બહેનોને યોગ કરાવવામાં આવ્યા હતા.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button