હાલોલ પોલિટેકનિક કોલેજ ખાતે IBM નુ સ્કીલબિલ્ડ ઓપરેશન પ્રોગ્રમનું આયોજ કરવામાં આવ્યું.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૨.૨.૨૦૨૪
સરકારી પોલિટેકનિક હાલોલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કૌશલ્ય ક્ષમતામાં વધારો થાય અને તેમને પ્લેસમેંટ મેળવવામાં મદદરરૂપ નીવડે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા IMPACT (Integrated Module of Placement Apprenticeship cum Training) યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. IMPACT યોજના હેઠળ વડી કચેરી,ગાંધીનગર દ્વારા ગુજરાત નોલેજ સોસાયટી,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે IBM સાથે CSR પ્રોજેકટ અંતર્ગત MOU કરવામાં આવેલ છે.જે માટે સરકારી પોલિટેકનિક હાલોલ ખાતે તારીખ 21/02/2024 બુધવારના રોજ સવારે 11:00 વાગે IBM દ્વારા વિદ્યાર્થીઓ માટે ORIENTATION પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને IBM દ્વારા નિશુલ્ક પણે 8500 થી વધારે અલગ અલગ વિષયમાં તાલીમ અને internship કરાવવામાં આવશે.જેમાં કંપની ના વિષય તજગ્ન વિધ્યાર્થીઓને ઓન હેન્ડ અનુભવ પણ પૂરો પાડશે.










