
મુન્દ્રા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. યોગેન્દ્રપ્રસાદ મહતો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા કાંડાગરા મેડિકલ ઓફિસર શ્રી માસ્ટર મૂંતઝીર ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કેમ્પ યોજાયો.
સબ સેન્ટર દેશલપર કંઠી ની સરકારી હાઇસ્કુલ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવા માં આવ્યું.
જેમાં કિશોરી ના એચ.બી ની તપાસ કરવા માં આવી હતી.આ પ્રોગ્રામ માં એડ઼ોલેસન્ટ કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલા, સી એચ ઓ રાજદીપભાઈ પરમાર, ફી.હે.વ નાઝનીનબેન સિદી ,મ.પ.હે.વ અશ્વિનકુમાર મકવાણા ,આશાવર્કરબહેનો હાજર રહ્યા હતા.
જેમાં મહેન્દ્ર વાઘેલા દ્વારા ન્યુટ્રીશન , કિશોરાવસ્થા દરમિયાન થતા વિવિધ ફેરફાર શારીરિક ,માનસિક , સામાજિક અને ભાવાત્મક વિશે સમજ આરોગ્યપ્રદ જીવન શૈલી વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.તેમજ નાઝનીન બેન દ્વારા આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. તેમજ માસિક ધર્મ અવસ્થા દરમિયાન રાખવાની થતી સાર સંભાળ વિશે માહિતી આપવામાં આવી હતી . દરેક કિશોરી નું એચ.બી તેમજ વજન ,ઉંચાઇ કરવા માં આવ્યુ.
જેમા ટોટલ 50 કિશોરીઓનું એચ બી એક્સામીનેશન કરવામાં આવ્યું હતું .રાજદીપભાઈ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.એમાં કિશોરી નું એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ પણ કરવા માં આવ્યું હતું . દરેક દીકરીઓને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ હાઈસ્કૂલના આચાર્ય શ્રી કાંતિભાઈ ઝાપડીયા સાહેબ દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું.સ્કૂલ ના સ્ટાફગણ જહાનવી બેન ગોર , પારુલબેન અનિયાલિયા જલ્પાબેન વરીયા અને રિદ્ધિબેન રાજગોર દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


[wptube id="1252022"]



