
મોરબી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે.
આઈશ્રી ખોડિયાર માતાજી, શ્રી મોમાઈ માતાજી, શ્રી મેલડી માતાજીનો નવરંગો માંડવો મોરબીનાં મેલડી માતાના પ્રસિધ્ધ ભુવાજી શ્રી ભાવેશ ભુવાજી (શ્રી ભાવેશભાઈ પોપટ) તથા સમસ્ત પોપટ પરિવાર દ્વારા શ્રી ભાવેશ ભુવાજી નાં આંગળે આગામી તારીખ: 29-02-2024 ગુરૂવારના રોજ લાયન્સ નગર, નવલખી રોડ, જલારામ પાર્ક પાસે, સેન્ટ મેરી સ્કુલ પાછળ, મોરબી ખાતે રાત્રે 09:30 કલાકે માતાજીનો નવરંગો માંડવો યોજશે,
જેમાં શ્રી કુબેરભા ધામ રામપરા નાં પ્રસિધ્ધ ભુવાજી શ્રી દિનભા બાપુ અને શ્રી બાપજી ધામ (રજવાડું) ગામ: સુંદરિયાણા નાં જય વીર વેગડજી દાદા ના પ્રસિધ્ધ ભુવાજી શ્રી વૈભવરાજ સિંહજી બંને સુરાપુરા બાપાના ભુવાજી માતાજીનો માંડવો દિપાવશે.તેમજ ટંકારાના શ્રી રાવળદેવો જેમાં શ્રી હરેશભાઈ મેરુભાઈ તથા શ્રી વિરમભાઈ મેરૂભાઈ ડાકનો ટહુકાર રેલાવશે.જ્યારે મોરબીનાં નામી અનેક ભુવાજીઓ તથા ભુઈમાં સાથે લુહાણા સમાજ અગ્રણીઓ આ નવરંગો માંડવો દીપાવશે.
આ આયોજનમાં મોરબી પોપટ લુહાણા પરિવારની સાથે વિવિઘ સંસ્થાઓ જેમાં શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ, રઘુવંશી સમાજ ગૃપ સાથે ચાંડલીયાવાળા મામાદેવ ગૃપ, લીમડાવાળા મામા દેવ ગૃપ, ભગવા ગૃપ અને શ્રી ધક્કાવાળી મેલડી ગૃપ વગેરે જહેમત ઊઠાવી રહિયા છે.