AHAVADANG

Dang: સાપુતારા ખાતે પોલીસ વિભાગનો પ્રવાસીમિત્ર પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખરા અર્થમાં સાર્થક બની…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા પોલીસ વિભાગનો પ્રવાસીમિત્ર પ્રોજેક્ટ ફરવા આવતા પ્રવાસીઓ માટે ખરા અર્થમાં સાર્થક થયો….

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે દરેક ઋતુઓમાં પ્રવાસીઓનું ઘોડાપુર જોવા મળે છે.ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને મનોરંજન સહીત સુરક્ષા મળી રહે તે માટે ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર કટીબદ્ધ બન્યુ છે.ડાંગ જિલ્લા સહિત ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને અગવડતા ન પડે તથા પ્રવાસીઓને જોવાલાયક સ્થળોએ પોહચતા પહેલા કોઈ મુશ્કેલી ન પડે તેમજ માર્ગદર્શન મુજબ વ્યવસ્થિત સ્થળો પર જાય તેવા આશયથી થોડા સમય પહેલા જ ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી પાટીલ દ્વારા પ્રવાસીમિત્ર પ્રોજેક્ટ અમલમાં લાવ્યો હતો.જે પ્રવાસીમિત્ર પ્રોજેકટ સાપુતારામાં સાર્થક થયો છે.આજરોજ ડાંગ જિલ્લા પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ ભોયાનાં માર્ગદર્શન હેઠળ પ્રવાસી મિત્ર પોલીસની ટીમ દ્વારા સાપુતારાનાં જોવાલાયક સ્થળોએ તથા સર્પગંગા તળાવના બોટીંગ પાસે ફરવા આવેલ પ્રવાસીઓને જોવાલાયક સ્થળોનાં પોઈંટ વિશે માહિતી આપી હતી.અહી પ્રવાસી મિત્ર પ્રોજેક્ટ અંતર્ગત ફરવા આવેલ પ્રવાસીઓને જાગૃત કરી પ્રવાસીમિત્રોનાં 150 જેટલા વિઝીટિંગ કાર્ડનું વિતરણ કર્યુ હતુ.સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને પ્રવાસીમિત્ર ની સેવા મળી રહેતા પ્રવાસીઓ ડાંગ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button