સનાતનને માનનારા બધા લોકો ભાજપની તરફેણમાં નથી : પ્રશાંત કિશોર
સોશિયલ મીડિયા પર પ્રશાંત કિશોરનો એક દમદાર વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર પ્રશાંત કિશોરનો એક દમદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે હિન્દુ અને સનાતમ મતદારો અંગે લોકોનો ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ વીડિયોમાં જણાવ્યું કે બધા હિન્દુ મતદારોને ભાજપને વોટ નથી આપતાં. સનાતનને માનનારા બધા લોકો ભાજપની તરફેણમાં નથી.
પ્રશાંત કિશોર એ તેના માટે બિહારનું ઉદાહરણ આપી આંકડા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે જો 80 ટકા હિન્દુ અને તમામ સનાતનને માનનારા લોકો ભાજપને જ વોટ આપી રહ્યા હોય તો 80 ટકા વોટ ભાજપને મળવા જોઈએ. તો પછી ભાજપની બિહારમાં દયનીય હાલત કેવી રીતે થઇ? 80 નહીં તો 70 કે 60 ટકા વોટ તો મળવા જ જોઈતા હતા પણ 38 ટકા લોકોએ જ તેને વોટ આપ્યા અને બિહાર માટે હું આંકડા આપું છું.
બિહારમાં ભાજપને ગત વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 19.6 ટકા હિન્દુ મતદારોના વોટ મળ્યા હતા, જોકે અહીં 42 ટકા હિન્દુ મતદારો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપને 20 ટકાથી પણ ઓછા હિન્દુઓએ વોટ આપ્યા અને તમે લોકો કહી રહ્યા છો કે બધા સનાતનને માનનારા લોકો ભાજપને જ વોટ આપે છે. મુસ્લિમોએ વિશે પણ તેમણે કહ્યું હતું કે તમારી દુર્દશા એટલા માટે નથી કે ભાજપ તમને હેરાન કરે છે કે પછી લાલુ અને કોંગ્રેસે તમને ઠગી લીધા. તમારી હાલત માટે તમારી જ ભૂલ જવાબદાર છે. તમારી કોમમાં અનેક લોકો પયગમ્બર સાહેબની વાતો જ નથી માનતા. તેમના જણાવેલા રસ્તા પર નથી ચાલતા.










