BANASKANTHAPALANPUR

અદ્વૈત જીવનસેવા ટ્રસ્ટ પાલનપુર દ્વારા શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલમાં AI Training પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

18 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ અને ઉ.મા.શાળા, માલણ તા.12 ફેબ્રુઆરી 24 ના રોજ અદ્વૈત જીવનસેવા ટ્રસ્ટ પાલનપુર અને બનાસ ડેરી ના ઉપક્રમે AI Traning નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદ્વૈત જીવનસેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી સતિષભાઈ શાહ અને મંત્રીશ્રી અને માલણ કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી નિતીનભાઈ શાહ, બનાસ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી સંગ્રામભાઈ ચૌધરી, કનુભાઈ અગ્રવાલ, ડો. દર્શનભાઈ શાહ, પૂનમબેન મોદી અને કલ્પનાબેન શાહ, ડો. પી.આર. વાઘેલા ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે પાલનપુર ના વતની અને અમેરિકા સ્થિત શ્રી દિપભાઈ મોઢ કે જેઓ આઈ.ટી.એક્સપર્ટ છે તેમને બાળકોને ઝૂમ મિટિંગના માધ્યમથી બાળકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવી બાબતોથી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ શ્રી નીતિનભાઈ શાહ અને શ્રી સંગ્રામભાઈ ચૌધરી તથા તમામ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. શાળાના બાળકોમાં AI વિશે શીખે અને આગળ વધે તે માટે લેબ શરૂ કરવા માટે અને ઓનલાઈન માહિતી આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી ગ્રામીણ વિસ્તારના બાળકો પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શ્રી જે.ડી.રાવલે કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button