BANASKANTHAKANKREJ

થરા નગર પાલિકા દ્વારા વેરા બાકી દુકાનોને સિલ મારવામાં આવ્યા

વેરા વસુલાત માટે કડકાઈ કરતા રહેણાંક વિસ્તરોમાં ૨૦ થી વધુ પાણીના કનેક્શનો કાપવામાં આવ્યા

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ નગરપાલિકા દ્વારા દુકાનોને સિલ મારવામાં આવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર અધિક કલેકટર ભલુડિયાની સૂચના તથા ઈન્ચાર્જ ચીફ ઓફિસર વિપુલકુમાર ડી.પરમારના માર્ગદર્શન મુજબ નગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તા.૧૭/૦૨/૨૦૨૪ ના રોજ ટેક્ષ ઇન્સ્પેક્ટર લાલુભા સી.ઝાલા,સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રવીણ ચૌધરી,વિષ્ણુ દેસાઈ,હરગોવાન દેસાઈ દ્વારા વેરા વસુલાત માટે કડકાઈ કરતા રહેણાંક વિસ્તરોમાં ૨૦ થી વધુ પાણીના કનેક્શનો કાપવામાં આવ્યા હતા.તેમજ કોમર્શિયલ વિસ્તારમાં દુકાનદારોને વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાંય વેરો ના ભરાતા ગુજરાત નગર પાલિકા અધિનિયમન- ૧૯૬૩ ની કલમ ૧૩૨ અન્વયે નોટિસ (જપ્તી) અંગે જાણ કરવા છતાં બાકી રકમ ના ભરાતા ૮૪ પ્લોટ વિસ્તારમાં આવેલ રામદેવ સિલેશન તેમજ હાઈવે વિસ્તારમાં પાંચ કરતા પણ વધુ દુકાનદારો જેઓની ૫૦ હજારથી વધુ રકમ બાકી હોઈ તેઓની સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને આગામી સમયમાં મોટા બાકીદારો મિલકત વેરો નહીં ભરે તો આવા રીઢા બાકીદારો સામે સખ્તાઈથી પગલાં લેવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા થરા નગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button