BHARUCHGUJARATNETRANG

શ્રીમતી એમ.એમ. ભક્ત હાઈસ્કૂલ, નેત્રંગની વિદ્યાર્થીનીનું નેશનલ આઈસસ્ટોકમાં ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે શ્રીનગર ખાતે શ્રેષ્ઠ પ્રદર્શન

શ્રીમતી એમ.એમ. ભક્ત હાઈસ્કૂલ, નેત્રંગની વિદ્યાર્થીનીનું નેશનલ આઈસસ્ટોકમાં ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે શ્રીનગર ખાતે શ્રેષ્ઠ પ્રદર્શ

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૭/૦૨/૨૦૨૪

નેત્રંગ : હાલ તાજેતરમાં તા 09/02/24 થી 11/02/ 24 સુધી શ્રીનગરના ગુલમર્ગ ખાતે 10 મી આઈસસ્ટોક ચેમ્પીયનશીપ યોજાઈ ગઈ જેમાં ગુજરાતની ગર્લ્સ ટીમમાં નેત્રંગ તાલુકાની શ્રીમતી એમ એમ ભક્ત હાઇસ્કૂલમાં ધોરણ -૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્રુવી પ્રવિણભાઇ પટેલે ટીમ ગેમ,ટીમ ડિસ્ટન્સ અને ટીમ ટાર્ગેટ તરીકે અતિ બર્ફીલા અને સૌંદર્યથી ભરપૂર શ્રીનગરના ગુલમર્ગ ખાતે ભાગ લીધો હતો. જેમાં આ ટીમ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બે ગોલ્ડ મેડલ ,એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી દસમી રાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીની આઈસસ્ટોક ટીમને હરાવી ગુજરાત ગર્લ્સ ચેમ્પીયન થઈ શાળા અને અન્યો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. મહીલા સશક્તિકરણના સમયમાં દીકરીઓને તક આપવામાં આવે તો વિશેષ સ્થાન સુધી પહોંચવાનો માર્ગ આપોઆપ ખૂલી જાય છે જેનું ઉત્તમ ઉદાહરણ ધ્રુવી પટેલે પૂરું પાડયું છે.

ફોટો મેટર

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button