GUJARATSAYLA

Sayla:સાયલા તાલુકા પંચાયત નુ અંદાજે ૭ કરોડ નુ બજેટ મંજૂર કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રથમ કારોબારી બેઠક યોજાઇ હતી.જેમાં અંદાજે ૭ કરોડ રૂપિયા નુ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તેમજ વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે.સાયલા તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી નાં અધ્યક્ષસ્થાને બેઠક યોજી, જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૪,૨૦૨૫ માં મનેરેગા યોજના અંતર્ગત લેબર બજેટ સહિત નાં ૧૧૦૧કામો, મકાન ની આકરણી સહિત નો બજેટ નો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમા ખેત તલાવડી,માટી પુરાણ, ગટર તેમજ વિવિધ રસ્તાઓ જેવા અનેક કામો ને આવરી લેવામાં આવશે.જેમા તાલુકા ની પ્રાથમિક શાળા નાં વિવિધ પ્રશ્નો વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આકરણી ઘણા સમયથી થઈ નથી તેવા વિસ્તારોમાં આકરણી નો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા,

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button