MORBI:મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 1 PI સહિત 8 PSIની આંતરિક બદલી

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 1 PI સહિત 8 PSIની આંતરિક બદલી
મોરબી જિલ્લાના એસપી દ્વારા મોરબી જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા પીઆઇ અને પીએસઆઇની બદલી કરવામાં આવેલ છે જેમા લીવ રિઝર્વમાં ફરજ બજાવતા એસ.વી. રામાણીની I.U.C.A.W મોરબી (એટેચ – મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન), આર.પી. જાડેજાની રીડર ટુ વી.પો. અધીક્ષક મોરબી, વાય. વી.વ્યાસની હળવદ પોલીસ સ્ટેશનમાં, એસ.એમ. મેકવાનની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં, એચ.વી.સોમૈયાની મોરબી ટ્રાફિક શાખામાં, એચ.આર જાડેજાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, ડી. ડી. જોગેલાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમજ પીએસઆઇ મહિલા પોલીસ સ્ટેશન મોરબી એટેચ અને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એટેચ તરીકે ફરજ બજાવતા એન. બી. ડાંગરની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે અને લીવ રિઝર્વ માં રહેલા બિન હથિયારી પીઆઈ ડી.કે.જાડેજા ની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે