
તા.૧૬/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
દર્દીઓને મળી ખબર અંતર પૂછ્યા
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાની મુલાકાત દરમિયાન આટકોટ સ્થિત શ્રી કે.ડી.પરવાડીયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ દર્દીઓને મળી તેમની તબિયતની પૃચ્છા કરતા સંવેદના વ્યક્ત કરી હતી અને જલ્દી સ્વસ્થ થવા શુભેરછા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ હૃદય રોગ વિભાગ અને કેથલેબની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કે.ડી.પરવાડિયા હોસ્પિટલ આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરે છે.
આ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટરશ્રી ડો. ભરતભાઈ બોઘરા, સી.ઈ.ઓ શ્રી ડો.નવનીતભાઈ બોદર અને ટ્રસ્ટીશ્રી પરેશભાઈ ગજેરા, કલેકટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવહાણે, પોલીસ અધિક્ષક ગ્રામ્ય શ્રી જયપાલસિંહ રાઠોડ સહિત હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.