KUTCH
જુની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોનો નીકાલ લાવવા કચ્છના કર્મચારીઓનો કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
ભુજ : સમગ્ર રાજ્યમાં બધા જ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગારી યોજના દૂર કરવા તેમજ સરકાર સાથે થયેલ સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા અપાયેલ આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગ રૂપે તા. ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીના દિવસે સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કચેરી વડાને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યા બાદ આજે તા. ૧૬ ફેબ્રુઆરીના કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કર્મચારીઓ કાળા કપડાં ધારણ કરી ફરજ બજાવી હતી અને માંગો અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં તમામ સંવર્ગના કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં સાંપડે તો આગામી ૨૩ ફેબ્રુઆરીના ગાંધીનગર ખાતે વિશાળ ધરણા કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યભરના કર્મચારીઓ ઉમટી પડશે અને પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે
[wptube id="1252022"]



