
ઝઘડિયા તાલુકાના કદવાલી ગામને જોડતા ડામર રોડ નું ખાતમુહુર્ત ધારાસભ્યના હસ્તે કરાયું
ભરૂચ જીલ્લાના
ઝઘડિયા તાલુકાના કદવાલી ગામ ખાતે નર્મદેશ્વર મહાદેવ અને હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ બાદ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ઝઘડિયા તાલુકાના કદવાલી ને જોડતા ડામર રોડનું ખાતમુહુર્ત તારીખ ૧૫ ના રોજ કરવામાં આવ્યું હતું, ઘણા વર્ષો બાદ કદવાલી ગામને જોડતા ડામર રોડ નું ખાતમુહુર્ત કરવામાં આવતા ગ્રામજનો એ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો, આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રસિંહ વસાવા, કદવાલી ગામના સરપંચ, ઉમલ્લના સરપંચ,આગેવાન અબ્બાસ માસ્ટર, ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, શિક્ષક ગણ, આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ઈરફાન ખત્રી
રાજપારડી