
MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાંથી વર્લીભક્ત જુગાર રમતાં ઇસમ ઝડપાયો
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગર જીનના ખુણા પાસે જાહેરમાં આરોપી શૈલેષભાઇ હિંમતભાઇ પુજારા ઉવ.૪૪ રહે.જલ્યાણ એપાર્ટમેન્ટ ફલેટ નં.૩૦૧ વી.સી.ટેક હાઇસ્કુલ પાછળ મોરબીને વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂપિયા.૧૧,૯૦૦/- તથા વરલી ફિચરનાં આંકડા લખેલ એક પોકેટ ડાયરી સહિતના મુદામાલ સાથે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
[wptube id="1252022"]