JUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઉપવાસ/ધરણા સુત્રોચ્ચાર કરવા પર પ્રતીબંધ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : હાલમાં જિલ્લા તેમજ સ્થાનિક/તાલુકા કક્ષાએ આવેલ વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ રજુઆતના બહાને ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવતા હોય છે. સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આવા પ્રસંગે તેઓને ખસેડવા બળનો પ્રયોગ કરવાની ફરજ પડે જેના કારણે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદભવે છે. જેથી તે બાબતોનું નિયમન કરવા આવી પ્રવૃતિઓ નિવારી શકાય તે માટે ફોજદારી કાર્યરિતી અધિનીયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં કોઈએ ઉપવાસ ધરણાં પર બેસવું નહીં, જાહેર સુલેહ શાંતિ જોખમાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા નહીં, કોઈ પણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવાં હથિયાર સાથે પ્રવેશ કરવો નહીં, કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો રાખવાની નહીં, ચાર કે તેથી વધુ માણસો એ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં, સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કચરો કરવો નહીં તે મતલબનું મનાઇ ફરમાવતું એક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ.ચોધરીએ તેમને મળેલી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ના નંબર-૨)ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તા.૧૨-૪-૨૦૨૪ સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button