
રીપોટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૨.૨૦૨૪
તારીખ 14 મી ફેબ્રુઆરી એટલે અન્નપૂર્ણા દિવસ. છેલ્લા કેટલાય દાયકાથી દેશનો યુવા ધન પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આકર્ષિત થઈ રહ્યો છે.અને પોતાની સંસ્કૃતિને ધીમે ધીમે ગુમાવી રહ્યો છે.ત્યારે પોતાની સંસ્કૃતિનો ગૌરવમય પરિચય કરાવવાનું કામ એ આપણી જવાબદારી છે આ ઉપક્રમે છેલ્લા કેટલાય વર્ષોથી અન્નપૂર્ણા દિવસનું આયોજન શાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થી બીજાના દુઃખો ને સમજે અને વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવના કેળવાય એવો હોય છે.એવાં આશય થી કલરવ શાળામાં દર વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસને અન્નપૂર્ણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જેમાં જરૂરિયાતમંદ બાળકોને અન્નની તૃપ્તિ થાય તે માટે શાળાના શિક્ષક ગણ,વિદ્યાર્થી ગણ અને વાલીગણ સાથે મળીને 2000 જેટલા થેપલાં, બુંદી, ગાઠીયા વગેરે બનાવીને અને પેન્સિલ – રબ્બર ની કીટ બાળકો સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.જેમાં હાલોલ તાલુકાના આજુબાજુના વિસ્તારો જેવા કે ગોપીપુરા,ભીખાપુરા અને નૂરપુરા ના કુલ 400 જેટલા બાળકોને અન્નપૂર્ણા ના દિવસે અન્નની તૃપ્તિ કરાવવામાં આવી હતી.આમ આ ઉંમદા કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ વાલીઓ, વિદ્યાર્થીઓનો શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.










