MORBI:મોરબીમાં હાઇવે રોડ ઉપર બાઈક ડાન્સ ! જોખમી સ્ટંટ કરનાર યુવકને પોલીસે ઝડપીલીઘો :કરાવ્યું કાયદાનું ભાન

મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર પંજાબી યુવક બાઈક પુરઝડપે સર્પાકાર ચલાવી જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે વીડિયો મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસને ધ્યાને આવતા બાઈક ઉપર જોખમી સ્ટંટ કરતા મૂળ પંજાબના યુવકને ઝડપી લઇ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા જણાવેલ હોય જે અન્વયે મોરબી ટ્રાફીક શાખાના પીઆઈ કે.એમ.છાસીયાની સુચના મુજબ પીએસઆઈ ડી.બી.ઠક્કર તથા ટીમ ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હતા જે દરમ્યાન સોશ્યલ મીડીયા પેઇઝ ઉપર એક મો.સા. રજી.જીજે-36-એડી-2703 ઉપર સ્ટંટ કરતો વાઇરલ થયેલ વિડિયો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવતા. તાત્કાલિક ઉપરોક્ત રજી.નંબરવાળા વાહનની e.GujCop માં સર્ચ કરી ડીટેઇલ મેળવી, મોટર સાયકલને શોધી લઇ આરોપી હરપ્રિતસીંગ મેજરસીંગ જાટ ઉવ.૩૩ હાલ રહે.લજાઈ ગામ એટોપ કારખાના સામે બ્રિજ કાર્બેટ ફ્રેન્ચફ્રાય કારખાનાની ઓરડી તા.ટંકારા જી.મોરબી મુળ રહે.ગામ-મનોચાહલ તા.જી.તર્ણતરણ, પંજાબની પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતા મોરબી સીટી એ ડીવી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદાનુ ભાન કરાવેલ હતું.