
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૨.૨૦૨૪
તારીખ 14/2/2024 ને બુધવારના રોજ કલરવ શાળાના પ્રાંગણમાં વસંત પંચમી દિન નિમિત્તે વિદ્યા ની દેવી એવી મા શારદા નું પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના આચાર્ય, શિક્ષક અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પૂજા કરવામાં આવી હતી.મહા મહિના ના શુક્લપક્ષ પાંચમની તિથિને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે.આ દિવસે માતા સરસ્વતીની વિધિ વિધાન થી પૂજા કરવામાં આવે છે.જેમાં બધી જ વસ્તુઓ પીળી રાખવામાં આવે છે.આ દિવસે મા શારદા ના આશીર્વાદથી જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે .શાળામાં માં શારદા ની પૂજા વિધિ શાળાના શિક્ષક સુમનભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ એ પુસ્તક અને પેનની પણ પૂજા કરી હતી. ત્યારબાદ દરેક વર્ગ માં બધા શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા માતા સરસ્વતી ની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને શિક્ષકો દ્વારા બધા જ વિદ્યાર્થીઓને માતા સરસ્વતીની પૂજા નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.










