BODELICHHOTA UDAIPUR

Fake Office : છોટાઉદેપુરમાંથી નકલી સરકારી કચેરી ઝડપાઇ; ગુજરાત સરકારને ચાર કરોડ પંદર લાખનો ચોપડયો ચૂનો

છોટાઉદેપુર જિલ્લાના પ્રયોજના વહીવટદારની કચેરીમાં બે વર્ષથી નકલી કચેરી ઝડપાઇ છે. જેમાં આરોપીઓ દ્વારા અધિકારીઓના સિક્કા બનાવી કામોની ખોટી દરખાસ્તો કરી 93 કામોનાં રૂ 4,15,54,915/- કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સાથે જ આ સરકારી નાણાં આરોગી ગયા છે.

જિલ્લાના પ્રયોજન વહીવટદાર અને કચેરીના અધિકારીઓ પણ આ નકલી અધિકારીઓને ઓળખી શક્યા નહતા. આ આખો મામલો બહાર આવતા પ્રયોજન વહીવટદાર કચેરીના કર્મચારીએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બે વ્યક્તિની ધરપકડ કરાઈ છે જેમના 12 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સરકાર દ્વારા આદિવાસી વિકાસ માટે ફળવાતી ગ્રાન્ટમાં આટલી મોટી ગેરરીતિ થઇ ત્યાં સુધી ગુજરાત સરકારના અધિકારીઓ કુંભ કરણની નિંદ્રામાં ઊંઘી રહ્યા હતા.

છોટાઉદેપુર ખાતે ડીનસેગ પ્રોજેક્ટ અંતર્ગત ઉદવહન સિંચાઈ યોજનાની મિટિંગ મળી હતી. જેમાં પ્રેક્ષા ગોસ્વામી કાર્યપાલ ઈજનેર સિંચાઈ જિલ્લા પંચાયત છોટાઉદેપુર, ધવલ કે પટેલ કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન-2 અને વિમલ ડામોર પ્રોજેકેટ મેનેજર સહીત અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં બોર્ડર વિલેજ યોજનાની ઉદવહન સિંચાઈ યોજનાની 12 કામોની દરખાસ્ત આવેલ હતી. જે બાબતે ચર્ચા અધિકારીઓ સાથે કરતા કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેટ્ક ડિવિઝન-2 પૂછતાં તેઓએ આવી કોઈ દરખાસ્ત તેઓની કચેરી ખાતે મોકલે નથી તેમજ આવી કોઈ ઓફિસ બોડેલી ખાતે નથી તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ આ સમગ્ર મામલાની તપાસ આઈ.એ.એસ સચિનકુમારે કરતા અગાઉ આવી કેટલી દરખાસ્ત આવેલ તેની ચકાસણી કરી હતી. જેમાં વર્ષ 2021-22 (1) ગુજરાત પેર્ટન યોજનાના 10 કામો રકમ રૂ.59,87,875 (2) મહિલાના આગણે પીવાના પાણીના 20 કામો રકમ રૂ 1 કરોડ (3) ન્યુલીઅસ બજેટમાં 10 કામો રકમ રૂ.37,50,000 કુલ 40 કામોના રૂ.1,97,37,785 મંજૂરી આપવામાં આવી હતી જયારે વર્ષ 2022-23 (1) ગુજરાત પેર્ટન યોજનામાં 16 રકમ રૂ.40,66,620 (2) મહિલાના ઘર આંગણે પીવાના પાણીના 23 કામો રકમ રૂ.1,26,50,000 (3) ન્યુકલિઅર બજેટમાં 14 કામો રકમ રૂ.51,00,510 કામોની મંજૂરી પ્રયોજના વહીવટદાર કચેરી છોટાઉદેપુરમાંથી આપવામાં આવી હતી.

જયારે તપાસમાં બોડેલી ખાતે ખોટી સરકારી કચેરી “કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી” નામની કચેરી બનાવી હતી. જેમાં કાર્યપાક ઈજનેર નામના સરકારી અધિકારી તરીકે ખોટી ઓળખ બનાવી, ખોટા સહી સિક્કા બનાવી, ખોટી દરખાસ્તો રજુ કરી અને પ્રયોજન વહીવટદાર કચેરીમાંથી સરકારી ગ્રાન્ટો મેળવી હતી.

બે વર્ષમાં કુલ 93 કામોના 22 ચેકોથી અલગ અલગ તારીખોમાં રૂ 4,15,54,915 કરોડની ગ્રાન્ટ સરકારી મેળવી અને મોટું કૌભાંડ કરતા નવા આવેલા આઈ.એ.એસ પ્રયોજન વહીવટદાર સચિનકુમારે ઝડપી પાડતા સમગ્ર મામલો બહાર આવતા જેની ગંભીર નોંધ લઇને આઈ.એ.એસ ઓફિસર પ્રયોજના વહીવટદારે કચેરીના કર્મચારીને ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો.

જે બાદ જુનિયર ક્લાર્ક જાવિદભાઈ ઈબ્રાહીમભાઈ માંકણોજીયાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં એક આરોપી સંદીપ રાજપૂત સામે કલમ 170,419,465,467,468,471,472,474, 1NS, 20B મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સંદીપ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

જયારે સંદીપ રાજપૂતની પૂછપરછ પોલીસ કરતા બીજું નામ અબુબકર સેયદનું નામ બહાર આવ્યું છે જેને લઇ બે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતા 12 દિવસના રિમાન્ડ કોર્ટેએ મંજુર કર્યા છે. જયારે આ મામલામાં અધિકારીઓની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ છે કારણ કે નકલી અધિકારી અને ઓફિસ બનાવી આટલું મોટું કૌભાંડ કર્યું ત્યાં સુધી અગાઉના અધિકારીઓ કેમ ધ્યાન ના આપ્યું? કારણ કે બોડેલી ખાતે આવી કોઈ ઓફિસ આવેલ ના હતી પછી કયાં કારણસર ચકાસણી કર્યા વગર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી એ પણ પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

[wptube id="1252022"]
Back to top button