
મહેસાણા જિલ્લા સંસદ શારદાબહેન પટેલના અધ્યક્ષ સ્થાને દિશાની બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા સંસદ શારદાબહેન પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકને સંબોધતા સાંસદે જણાવ્યું હતું કે જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા સમિતિ રહી છે. ત્યારે જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન-સમન્વય સાધીને ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ સહિયારા પ્રયાસો કરવાના છે.
આ પ્રસંગે સંસદશ્રીએ અનેકવિધ જનલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાનાં લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને મહેસાણા જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું.
વધુમાં જિલ્લાના જુદાં જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરવાની સાથોસાથ જનસમુદાયને સમયસર તેના લાભો મળી રહે તે રીતનું સુચારૂ આયોજન ઘડી કાઢવા દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ શારદાબહેન પટેલે અનુરોધ કર્યો હતો.
સાંસદે દિશા મોનિટરીંગ સમિતિના ઉપલક્ષમાં જિલ્લામાં માર્ગો- જાહેર બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, કૃષિ–સિંચાઇ, પશુપાલન, જળસંચય, સહિતની અનેક વિધ કેન્દ્રકૃત યોજનાઓ અને ક્ષેત્રોમાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા વિવિધ યોજનાઓની માહિતી એક પ્લેટફોર્મ પણ મળી રહે તે માટે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ડેસ્કબોર્ડનું આયોજન થઇ રહ્યુ છે.જેમાં તમામ યોજઓની વર્તમાન સ્થિતિ વિશે વાકેફ થઇ શકાશે. આ ઉપરાંત જિલ્લા કલેકટર સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત અમૃત મહેસાણા દ્વારા શરૂ થયેલ પ્રોજેક્ટની માહિતી આપી આગામી સમયમા ગ્રામીણ યુવાનો ઇનોવેશન માટે પ્રેરાય તેવા પ્રયત્નો કરિ રહ્યા છે જેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર સહિત પંચાયત ના ,સભ્યો કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક,તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો સહિત સંબધિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા





