GUJARATMORBIUncategorizedWANKANER

વાંકાનેર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવી..

ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે ત્યારે રોગચાળો અટકાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજથી વાંકાનેર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવા સઘન એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.


મોરબી જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. બાવરવા સાહેબ ની સૂચના મુજબ હાલમાં વરસાદ વરસી રહેલ હોય પાણીના પાત્રોમાં નકામાપાત્રો વગેરેમાં પાણી ભરાય રહેવાના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરે તેવી સંભાવના હોય તકેદારીના ભાગરુપે આજથી તમામ અર્બન હેલ્થ વાંકાનેર માં ટીંમો બનાવી તમામ ઘર/સરકારી ઓફિસો/કારખાનાઓ વગેરેમાં એન્ટીલાર્વલ કામગીરી કરાવામાં આવશે. તે માટે THO ડૉ.આરીફ શેરસીયા તાલુકા હેલ્થ સુપર વાઇઝર રાજેશ ચાવડા અને અર્બન હેલ્થ વાંકાનેર ના મેડીકલ ઓફિસર ડો. ઉમંગ ચૌહાણ અને સુપરવાઇઝર એચ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાવવામાં આવી રહેલ છે. જેમાં ફીવર સર્વેની સાથે ઘરમાં વપરાશ માટે પાણી ભરેલા પાત્રોમાં એબેટ નાખવું તેમજ, પંચર ની દુકાને ટાયર ની અંદર વરસાદ નું પાણી ના ભરાઈ તેનું માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે.


હાલમાં જ શહેરી વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવેલ.જેમાં 21 ટીમો દ્વારા 12975 જેટલા ઘરનો સર્વે કરી 56628 જેટલી વસ્તીને આવરી લેવામાં આવેલ છે. આ સર્વે દરમિયાન 54890 જેટલા મચ્છરના બ્રિડિંગની તપાસ કરી 36784 જેટલા પાત્રોમાં એબેટ કામગીરી કરેલ. 812 જેટલા પાત્રોનું સોર્સ રીડક્શન કરવામાં આવેલ.


તેમજ હાલમાં VCT ટીમ, આશા હેલ્થ કર્મચારીઓ દ્વારા દૈનિક ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી છે.
તેમજ વાહક જન્ય રોગચાળો ન ફેલાઇ તે માટે સ્કૂલ માં બાળકો ને મચ્છર ના પોરા બતાવી અને બાળકો માં મચ્છર જન્ય રોગ ચાળો કેવી રીતે ફેલાય છે તેનું આરોગ્ય શિક્ષણ આપવા માં આવેલ છે,મકાનની છત પરના નકામાં પાત્રોનો નિકાલ કરવો તથા વરસાદી પાણી ભરાયેલા ખાડામાં બળેલ ઓઈલ નાખવું, દવાનો છંટકાવ કરવો તથા કાયમી ભરાઈ રહેતા ખૂલ્લા પાણીના સ્થળો જેવા કે વોકળા, અવાવરુ કૂવા, નાની ખેત તલાવડી વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવી જેવી વિવિધ મચ્છર ઉત્પતિ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી જેથી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને મચ્છરજન્ય રોગચાળો ના વકરે. વધુમાં આ તકે THO સાહેબ વાંકાનેર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ઘરની આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો નિકાલ કરવો અને દર રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવો અને આ ઝુંબેશમાં સહભાગી બનીને મચ્છરજન્ય રોગોને ડામવા મદદરુપ થવા જણાવાયું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button