WANKANER:વાંકાનેર તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રીઓની ફેબ્રુઆરી માસમાં બીજી મીટીંગ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળી

WANKANER:વાંકાનેર તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રીઓની ફેબ્રુઆરી માસમાં બીજી મીટીંગ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળી
“ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની સાથે તલાટી કમ મંત્રીઓની ગેરહાજરી ના રહે તેવી તાકિદ કરવામાં આવી”
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે સભાખંડ હોલમાં તલાટી કમ મંત્રીઓની મીટીંગ તાલુકા વિકાસ અધિકારી આર એ કોઢીયા ની અધ્યક્ષતામાં મળી હતી જેમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ની યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લોકો લાભોથી વંચિત લાભાર્થી ના રહે તેવા સૂચનો સાથે તલાટી ગ્રહ મંત્રીઓની ગેરહાજરી ના રહે તેવા આદેશ કરવામાં આવ્યા છે સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ ની કામગીરી અંતર્ગત વાંકાનેર ટાઉનહોલ ખાતે દેશના વડાપ્રધાન ના માર્ગદર્શનથી પ્રોગ્રામ માં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારનો લોકો હાજરી આપે તેવા આદેશ કરવામાં આવ્યા છે..
જેથી લાભાર્થીઓ તે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓથી માહિતગાર બને તેમજ સમગ્ર ગામ્ય વિસ્તારનો માં સ્વચ્છતા સાથે આરોગ્ય અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લોકો તંદુરસ્ત રહે તેવી તાકેદારી સાથે શાળા સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે તાકીદ રહેવા સૂચનો માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર યુ.વી.કાનાણી તેમજ એટીડીઓ બીપીનભાઈ સોલંકી. વિસ્તરણ અધિકારી એમ વી શેરસીયા
વિસ્તરણ સહકાર અધિકારી એલ એ ભોરણીયા
આંકડા મદદનીશ અર્ષદ શેરસીયા શહીત બીબી ડાભી તલાટી ક્રમ મંત્રી અધ્યક્ષ સહિત 45 તલાટી ક્રમ મંત્રીઓની હાજરીમાં આ મીટીંગ યોજાઈ હતી જેથી આવનાર સમયમાં માં સરકારના ધારા ધોરણ અનુસાર વિકાસ લક્ષી કાર્યોને ઝડપી ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ મળે તેવા પ્રયાસો અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે તસ્વીરમાં દ્રશ્ય માન થાય છે