
માળિયા ફાટક નજીકથી ડ્રગ્સના જથ્થા સાથે બે ઝડપાયા મોરબી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળીયા ફાટક નજીક મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ પરના પીકપ બસ સ્ટેશન પાસે બે ઇસમો શંકાસ્પદ હાલતમાં જણાતા તેની પુછપરછ કરતા કૈલાશ ગોરખારામ નાઇ અને રમેશકુમાર મોહનરામ સિયાગ હોવાની જણાવ્યું હતું તો બંનેની તલાસી લેતા માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ૧૪૯.૬૦ ગ્રામ રૂ.૭,૪૮,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૧ રૂ.૫૦૦૦, એક આધારકાર્ડની નકલ, રોકડા રૂપીયા ૪૬૦૦, એક ડ્રાઇવીંગ લાયસન્સ નકલ અને મોબાઇલ ફોન નંગ-૨ રૂ.૫,૫૦૦ મળી કુલ રૂ. ૭,૬૩,૧૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જેથી એસઓજી ટીમે બંનેની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવતા બંને આરોપીઓ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી છે. તેમજ આરોપી કૈલાશ નાઈ એ આરોપી રમેશકુમાર સિયાગ પાસેથી હેરોઈનનો જથ્થો મેળવ્યો હતો તો રમેશકુમારે આરોપી દિનેશ બિશ્નોઈ રહે-રાજસ્થાન વાળા પાસેથી જથ્થો મેળવ્યો કબુલાત આપતા એસઓજી ટીમે દિનેશ બિશ્નોઈને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે








