MORBIMORBI CITY / TALUKOUncategorized

MORBI:મોરબીના લખધિરપુર ગ્રામ પંચાયતના બે સભ્યોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સભ્યપદેથી દૂર કરાયા

મોરબીના લખધિરપુર ગ્રામ પંચાયતના બે સભ્યોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સભ્યપદેથી દૂર કરાયા

રૂક્ષ્મણીબેન છેલ્લા 1 વર્ષ થી મિટિંગ માં આવેલ નથી તેમજ ક્યાં કારણ થી ગેરહાજર છે તેનો ખુલાસો પણ ગ્રામ પંચાયત ને આપેલ ન હોવાથી સરપંચ દ્વારા પંચાયતની બહુમતીથી રૂક્ષ્મણીબેનને સભ્ય પદેથી દુર કર્યા.

મોરબી તાલુકાના લખધીરપુર ગામે ગામ પંચાયતના બે સભ્યો રૂક્ષ્મણીબેન પરમાર તથા રમેશ દેવરાજ ખાનધર ને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે સભ્યપદથી દૂર કરેલ હોય, રૂક્ષ્મણીબેન ને સતત ચાર મિટિંગમાં, ગેરહાજર રહેતા દૂર કર્યા છે. વોર્ડ નંબર 6 ખાલી જાહેર કરેલ હોય. તેમજ રમેશભાઈ દેવરાજભાઈ હોદ્દાનો દુરુપયોગ કરીને, ગામ લેવલની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જઈને દુર્વ્યવહાર કરતા હોય, પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ સાથે સતત ખોટી રીતે ઘર્ષણ કરતા હોય, તેમજ ગામમાં દબાણને પ્રોત્સાહન આપવા બદલ, કલમ ગુજરાત પંચાયત અધિનિયમ એકટ 57(1) અંતર્ગત સભ્ય પદેથી દૂર કર્યા છે.

[wptube id="1252022"]
Back to top button