MORBIMORBI CITY / TALUKOUncategorized

MORBI:મોરબીની શકત શનાળા કુમાર શાળાના બાળકો ને મળેલ રૂપિયા ટ્રાફિક પોલીસની હાજરીમા મૂળ માલિકને પરત કર્યા

મોરબીની શકત શનાળા કુમાર શાળાના બાળકો ને મળેલ રૂપિયા ટ્રાફિક પોલીસે  હાજરીમા મૂળ માલિકને પરત કર્યા

શકત શનાળા કુમાર શાળાના વિદ્યાર્થી ઓને ચાર પાંચ દિવસ પહેલા રૂ. ૯૯૪૦ મળેલ હતા. જે રૂપીયા સ્કુલ સામે ટ્રાફીક પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક કલીયરીંગની કામગીરીમાં વ્યસ્ત ડીબી ઠકકર- પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને આપતા તેઓએ અલગ અલગ અખબારના માધ્યમથી પડી ગયેલ રૂપિયા પુરાવા સાથે ટ્રાફિક શાખાનો સંપર્ક કરવાનું કહેતા શકત શનાળા ગામના દિનેશભાઈ ઠાકર ઉમર વર્ષ ૭૬ વાળાએ ફોન દ્વારા પડી ગયેલ રૂપિયા પોતાના હોવાનું જણાવતા તેઓને શકત શનાળા સ્કૂલ ખાતે બોલાવી ખરાઈ કરી સ્કૂલનાં પ્રિન્સીપાલ રેણુકાબેન અને રાજેશભાઈની હાજરીમાં કુલ રૂપિયા ૯૯૪૦ પરત કર્યા હતા. ત્યારે રૂપિયા પરત મળતાં દિનેશભાઇએ સ્કૂલનાં ઈમાનદાર વિદ્યાર્થીઓ, ટ્રાફિક પોલીસના કર્મીઓ, મોરબીના પત્રકાર મિત્રો તેમજ સ્કૂલનાં પ્રિન્સીપાલ સહિત તમામનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button