
MORBI:મોરબી ફ્લેટમાં જુગાર રમતાં પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબીના પંચાસર રોડ નાની કેનાલ રોડ ઉપર આવેલ દુધેશ્વર એપાર્ટમેન્ટમાં પૂર્વ બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા દરોડો પાડી જુગારની મીનીક્લબ ઝડપી લઇ જુગાર રમતા સંચાલક સહીત પાંચ જુગારીની રોકડા રૂ.૪૭,૩૦૦/-સાથે અટકાયત કરવામાં આવી હતી.
મોરબી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળેલ કે પંચાસર રોડ નાની કેનાલ રોડ ઉપર આવેલ દુધેશ્વર એપાર્ટમેન્ટના બ્લોક નં.૩૦૨માં હિતેન્દ્રભાઇ હરણીયા પોતાના રહેણાંક ફ્લેટમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમી રમાડતો હોય જે મળેલ બાતમીને આધારે ઉપરોક્ત ફ્લેટમાં એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા દરોડો પાડતા તીનપતીનો જુગાર રમતા પટ્ટમાંથી રોકડા રૂ.૪૭,૩૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટો એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.