MORBI:મોરબી પંથકમાં થી ખાણ ખનીજ વિભાગે ત્રણ વાહનો જપ્ત કરી દંડની કાર્યવાહીકરી!

મોરબી પંથકમાં થી ખાણ ખનીજ વિભાગે ત્રણ વાહનો જપ્ત કરી દંડની કાર્યવાહીકરી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં વોચ ગોઠવીને રોયલ્ટી પાસ વગરના બિનઅધિકૃતપણે ખનીજ પરિવહન કરતાં ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને દંડ વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીના પંચાસર ચોકડી પાસેથી ખાણ ખનીજ વિભાગના અધિકારી જે.એન.કરમુરે રેતી ભરીને પસાર થઈ રહેલ ટ્રક ડમ્પર નંબર જીજે ૩૬ યુ ૯૫૮૩ ને અટકાવવામાં આવ્યું હતું અને તેમાં ભરેલા રેતી પરીવહન બાબતે રોયલ્ટી પાસ પરમિટ આધાર પુરાવાઓ માંગવામાં આવ્યા હતાં પરંતુ મોટેભાગે બીનઅધિકૃત જ પરીવહન હોય છે તેથી આ ની પાસે પણ કોઈ આધાર પુરાવા ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી અર્થે વાહનને જપ્ત કરીને મોરબી શહેર એ ડિવિઝન પોલીસ ખાતે સીઝ કરવામાં આવ્યું છે.
આ પ્રમાણે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા જાંબુડીયા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી ખનીજ ભરીને નીકળેલ વાહનને ખાણ ખનીજ વિભાગના જી.કે.ચંદારાણા એ અટકાવીને વાહનના ડ્રાઇવર અજીત બાબુભાઈ રહે.જાંબુડીયા વાળા પાસે તેના ડમ્પર નંબર જીજે ૩૬ વી ૬૬૨૦ માં ભરેલ ખનીજ અંગે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા.જે તેની પાસે ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી માટે તેનું વાહન પણ જપ્ત કરીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું છે હતુ તેમજ બીજું વાહન ગોર ખીજડીયા પાસે જી.કે.ચંદારાણા એ પકડયુ હતું. મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામ પાસેથી નીકળેલ વાહન નંબર જીજે ૧૩ એડબલ્યુ ૧૨૭૪ ને અટકાવીને તેના ચાલક કાંતિભાઈ નૈડાભાઈ ડામોર રહે.મીતાણા તા.ટંકારા વાળા પાસે તેના વાહનમાં ભરેલ ખનીજ અંગે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી માટે તેનું વાહન પણ જપ્ત કરીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું. ત્રણ વાહન ચેક કર્યા ત્રણેય માથી એકેય પાસે આધાર પુરાવા નથી મળ્યા. તો આ તો પાશેરામાં પુણી સમાન છે. તકેદારી રાખવામાં આવે તો દરરોજ દશ થી વધુ વાહનો બીનઅધિકૃત ખનીજ દ્રવ્યો નું પરીવહન કરતા હાથમાં આવી જશે.હાલ આ ત્રણેય વાહનોમાં ભરેલ ખનીજ દ્રવ્યો ની તપાસ કરીને તે મુજબ દંડ કરવા માટેની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.