MORBIMORBI CITY / TALUKOTANKARAUncategorized
TANKARA:ટંકારા ટ્રક ડ્રાઇવરને છાતીમાં દુખાવો ઉપાડતા સારવારમાં યુવાનનું મોત

ટંકારાથી રાજકોટ ટ્રક લઇ નીકળેલ 40 વર્ષીય રાજસ્થાની યુવાનનું ચાલુ ટ્રકે છાતીમાં દુખાવો ઉપડતા પ્રથમ મિતાણા બાદ મોરબી સરકારી હોસ્પિ.માં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી ગયી હતી.
મોરબી જીલ્લામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકમાં મોત નીપજ્યું હતું. જેમાં મૃતક રમણલાલ ભેરાભાઇ પરમાર ઉવ-૪૦ રહે-ધાણી ગટાઉ ફલોજ તા-દોવડા જી-ડુંગરપુર,રાજસ્થાન ટંકારાથી રાજકોટ જતા હોય ત્યારે મિતાણા ગામના બ્રિજ પાસે પહોંચતા અચાનક છાતિમા દુખાવા સાથે ચકકર આવતા યુવકને પ્રથમ મિતાણા સ.હો બાદ વધુ સારવાર અર્થે મોરબી સ.હો.ખાતે લઇ જતા જ્યાં સારવાર દરમયાન ફરજ પરના ડોક્ટરે મરણ ગયેલ જાહેર કરતા પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
[wptube id="1252022"]