MORBIMORBI CITY / TALUKOTANKARAUncategorized

TANKARA:ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી ના ૨૦૦મો ભવ્ય જન્મોત્સવ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા એક્તા સંદેશ

TANKARA:ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી ના ૨૦૦મો ભવ્ય જન્મોત્સવ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા એક્તા સંદેશ

“દેશના વિવિધ રાજ્યો સહિત પરપ્રાંતિય રાજ્યમાંથી બહોળી સંખ્યામાં આવતા મહેમાનો નું ભાવભર્યું સ્વાગત સાથે ઠંડા પાણી શરબતની વ્યવસ્થા મુસ્લિમ સમાજ દ્વારા કરાય”

સમગ્ર દેશભરમાં એકતા અખંડિતતા ભાઈચારો જળવાઈ રહે તેવા ઉદ્દેશો સર્વે સમાજ ચિંતકો સાધુ સંત મહાપુરુષો અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસો છે ત્યારે ગુજરાતમાં એકતા ભાઈચારા ના પ્રતીક ઈદ કે દિવાળીના તહેવારો હર્ષ સાથે હિન્દુ મુસ્લિમ સમાજ એક સાથે એકતાના પ્રતિક ઉત્સાહભેર ઉજવવામાં આવે છે ત્યારે ટંકારામાં અનોખો ઇતિહાસિક મહર્ષિ દયાનંદ સરસ્વતીના૨૦૦ માં જન્મ મહોત્સવ નિમિત્તે દિલ્હી ગાંધીનગર સહિત પરંપરાતીય રાજ્યના મંત્રીઓની હાજરીમાં સહિત રાષ્ટ્રપતિ જેવા મહાનુભવો આ પવિત્ર અવસરમાં ટંકારાના મહેમાન બની રહ્યા છે તેમજ દેશ ના ખૂણે – ખૂણા થી મહેમાનો પધારી રહિયા છે, અને અંદાજે ૨૦ દેશો ના માણસો ટંકારા ના મહેમાન બન્યા છે ત્યારે કોમી એકતા ના પ્રતિક આ કાર્યક્રમમાં ટંકારા મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી શરબતની વ્યવસ્થા કરી કરસનજી ના આંગણા નજીક ગેલેક્સી હોટલે જાહેરમાં મંડપ રાખી ઠંડા પાણી શરબત ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ મહેમાનો નું ઉત્સા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ દરમિયાન માત્ર એકતાનો સંદેશ સ્વરૂપે મુસ્લિમ સમાજ દ્વારા હર્ષ સાથે આ મહર્ષિ દયાનંદ સરસ્વતી ૨૦૦ માં જન્મ મહોત્સવ નિમિત્તે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો એક જૂથ સાથે સર્વે મહેમાનોના સ્વાગત સાથે ઠંડા પાણી શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ તમામ આયોજન માં મુસ્લિમ સમાજ ખંભે થી ખંભો મિલાવી દરેક આયોજન વિયવસ્થા માં સંચાલન કમિટી ની સાથે રહિયા હતા,અને મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટ અને આયોજન કમિટી એ પણ મુસ્લિમ સમાજ નું “કરસન કા આંગન” માં મુસ્લિમ સમાજ ના આગેવાનો નું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો,


આ સમગ્ર આયોજન માં ટંકારા મુસ્લિમ સમાજ યુવા કમિટી તેમજ આગેવાનો એ પોતાની ઉપસ્થિતિ નોંધાવી બિરદાવવા લાયક કામગીરી કરી હતી, જેમાં એડવોકેટ સિરાજ ઈબ્રાહિમ ભાઈ અબ્રાણી , મુસ્લિમ સમાજ પ્રમુખ ઇબ્રાહીમભાઇ ઇસાભાઈ અબ્રાણી, ઘાચી સમાજ ના પ્રમુખ આમદભાઈ નુરાભાઈ માકિયા, મેમણ સમાજ ના પ્રમુખ જુસબભાઈ માંડવીયા, ફકીર સમાજ ના ઓસમાણ હાસમભાઈ સોહર્વદી, મોમીન સમાજ ના પ્રમુખમહેસાણીયા રસૂલભાઈ અમિભાઈ, તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઈ હાસમભાઈ અબ્રાણી, ચૌધરી ઉસ્માન હાજીભાઈ,
તેમજ સામાજિક અગ્રણી ઓ ઈરફાન હાસમભાઈ ફકીર ઉર્ફે ડાડા, મુસ્તાક ગફારભાઈ માડકિયા, જાવિદ આમદભાઈ માડકિયા, ઇનુસ જુમાંભાઈ ભુંગર, અનવરભાઈ સિદિકભાઈ ફકીર, હાસમ ઇસ્માઇલ ભાઈ ભુંગર, રજાક મામાદભાઈ સમાં, સલીમભાઈ ઘાંચી ક્રેનવાળા, ઈરફાન કરીમ ભાઈ ઘાંચી, ગફાર ઇબ્રાહીમભાઇ સંધી, ઇબ્રાહીમભાઇ આમદભાઇ મહેસાણીયા,સલીમભાઈ દાઉદભાઈ સંધી, ફિરોજભાઈ અપને, બિલાલભાઈ હબીબભાઈ ભુંગર, હાસમભાઈ ઈબ્રાહિમભાઈ અબ્રાણી, અફઝલ ફિરોજભાઈ ખલીફા, રસિકભાઈ ઘાંચી, આરીફ સુભાંન ભાઈ ઘાંચી, ડાડા ભાઈ મિસ્ત્રી, લ્યાકતભાઈ ખલીફા, વિગેરે મુસ્લિમ સમાજ ના વ્યક્તિઓ આગેવાનો અને યુવાનો, બાળકો એ આ વ્યવસ્થા માં ભાગ લીધેલ હતો અને પોતાનો સમય આપેલ હતો.

[wptube id="1252022"]
Back to top button