JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ વોર્ડ નં.૯ ના ભાજપ કોર્પોરેટર એભાભાઈ કટારાએ આપ્યું રાજીનામું

સ્થાનિક લોકો મારું રાજકારણ ખતમ કરવા માગે છે : એભા કટારા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા
જૂનાગઢ : મનપામાં આંતરિક રાજરમતને પરિણામે વોર્ડ નં.૯નાં ભાજપ કોર્પોરેટરે એભાભાઈ ક્ટારાએ મ્યુ.કમિશનરે રાજીનામું ધરી દેતાં મંજૂરીની પ્રોસેસ શરૂ થઈ છે. આ પગલાથી ભાજપમાં ચક્ચારી પ્રસરી ગઈ છે. વોર્ડનં.૯ના ભાજપ કોર્પોરેટર ટારા છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈ છે પરંતુ સ્થાનિક લોકો દ્વારા તેમનું રાજકારણ ખમત કરવા સક્રિય છે અને ડાઘ લગાડવા એડીચોટની મહેનત કરી રહ્યાં છે. આ અમુક લોકોના ત્રાસથી અને ‘ડાઘ’થી બચવા મ્યુ.કમિશનરને રાજીનામું ધરી દીધું છે.
આ અંગે એભાભાઈ ક્યારાએ જણાવ્યું કે, આ વોર્ડમાં મારા ભાઈ સ્વ.કરમણ ટારા ચાર ટર્મ ચુંટાઈ ડેમેયર રહયા હતાં. તેમની હત્યા બાદ છેલ્લી ત્રણ ટર્મથી હું વોર્ડમાં ચૂંટાઈ આવું છું, તેનાથી અમુક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. અને મારૂ રાજકારણ ખતમ કરવા માટેના કાવાદાવા ખેલાઈ રહ્યાં છે. મારૂ રાજકારણ ખતમ કરવા માટે ‘ડાઘ’ લગાઢવાની મથામણ થઈ રહી છે, તેથી ડાઘ લાગે તે પહેલા જ ખેલદિલીથી કોર્પોરેટર પદેથી રાજીનામું ધરી દીધું છે. તેથી હવે હું વોર્ડ નં.૯ના કોર્પોરેટર નથી તેમ તેમણે જણાવ્યું હતું. આ પગલું અમુક લોકોના માનસિક ત્રાસથી લેવાની ફરજ પડી છે.
આમ વોર્ડ નં.૯ના ભાજપના કોર્પોરેટરે રાજીનામું ધરી દેતા સ્થાનિક ભાજપમાં હુંસાતુસી અને એક્બીજાના કદ ઘટાડવાની રાજરમત ચાલતી હોનું આ પગલાથી સ્પષ્ટ થાય છે ત્યારે ભાજપ મોવડી મંડળ એ આ આંતરીક જૂથબંધીથી ચેતવાની જરૂર છે.

[wptube id="1252022"]
Back to top button