મેઘરજ : ગ્રામપંચાયત દ્વારા બનાવવામા આવતા RCC રસ્તાઓ હલકી ગુણવતાના છતાં ક્યાં વેડફાઈ લક્ષ્મી (રૂપિયા )..?
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ગ્રામપંચાયત દ્વારા બનાવવામા આવતા RCC રસ્તાઓ હલકી ગુણવતાના છતાં ક્યાં વેડફાઈ લક્ષ્મી (રૂપિયા )..?
મેઘરજ તાલુકામાં ગ્રામપંચાયતો દ્વારા બનાવવામાં આવતા RCC રસ્તાઓના કામો ઘણી બધી હલકી ગુણવતા ના જોવા મળી રહ્યા છે ત્યારે એક જાગૃત નાગરિક ના જણાવ્યા અનુસાર કામો તો થાય છે પણ જોઈએ તેવા થતા નથી અને માત્ર એક જ વર્ષમાં બનાવેલા રસ્તાઓ તૂટી જતા હોય છે અને જેના કારણે હલકી ગુણવત્તા વાળા કામો થતા હોવા છતાં રસ્તાઓના નામે જાણે લક્ષ્મી (રૂપિયા )વેડફાતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે આ બાબતે અધિકારીઓ થી લઇ ને તંત્ર સુધી જાણે કે આંખોમાં અંધાપો આવ્યો હોય તેવી રીતે સ્થળ તપાસ કરી બીલો ટકાવારી લઈને પાસ કરી દેવામાં આવતા હોય છે છતાં જિલ્લા અધિકારી દ્વારા પણ આ બાબતે તપાસ થતી નથી.
સરકાર દ્વારા ગ્રામ પંચાયતો માટે લાખો રૂપિયાના રસ્તાઓ ના કામો પાસ કરવામાં આવે છે પરંતુ કામો ના બીલો પાસ કરાવવા માટે જેતે કોન્ટ્રાકટર અને સરપંચો પાસે થી ટકાવારી પણ લેવામાં આવે છે તેવી લોક ચર્ચાઓ એ પણ જોર પકડ્યું છે બીજી તરફ કામો ની તપાસ પણ થતી નથી કે શું..? એ પણ એક સવાલ છે આ બાબતે તાલુકાના SO થી લઇ ને જેતે જવાબદાર અધિકારી પણ જાણે કે નિશબ્દ હોય તેવો ઘાટ હાલ તો મેઘરજ તાલુકામાં જોવા મળી રહયો છે ત્યારે આ બાબતે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છેલ્લા 5 વર્ષના બનાવેલા RCC રસ્તાઓ અંતર્ગત માહિતી માંગી એની ગુણવતાની કક્ષા થી લઇ તમામ પ્રકારની માહિતી માંગવા જણાવ્યું હતું ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી જાગે અને RCC રસ્તાઓ માટે તપાસ કરી જે તે કાર્યવાહી કરે એવી માંગ સેવાઈ રહી છે