મોરબી ઝુલતા પુલ દુર્ઘટના માં સરકારી વકીલએ આપ્યું રાજીનામું
મોરબી : મોરબીમાં 135 લોકોના જીવ લેનારી ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના કેસમાં સ્પે.પીપી પદેથી ખ્યાતનામ એડવોકેટ એસ.કે. વોરાએ રાજીનામુ આપી દિધુ છે. કામના ભારણના કારણે તેઓએ આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં કાનૂની વિવાદમાં આવ્યા બાદ રાજકોટના જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરાએ ઝુલતા પુલ દુર્ઘટનાના સ્પેશ્યલ પી.પી. પદેથી રાજીનામું આપતો કાયદા વિભાગને પત્ર લખ્યો છે અને કાયદા વિભાગ સમક્ષ પોતાનું રાજીનામું ધરી દીધું છે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકાર દ્વારા નિમાયેલા સ્પેશિયલ પીપી સંજયભાઈએ કાનૂની વિવાદ બાદ અચાનક રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી છે હવે આ કેસમાં તેમના બદલે નવા સ્પેશ્યલ પીપી તરીકે કોને મૂકવામાં આવશે તે જોવાનું રહ્યું?
[wptube id="1252022"]








