
5 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી સી.બી.ગાંધી નૂતન હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી એમ.સી.પટેલ, બ.જી.મા.શિ.સંઘના મહામંત્રી બળવંતભાઈએમ.રાવળ,મ.શિ.એસ.એ.નાઈ,વી.એફ.નંદાણિયા, અને શિ.સહાયક જી.બી.ઠાકોર ના માર્ગદર્શન હેઠળ શાળામાં ગુરૂ પૂર્ણિમા ની ઉજવણી કરવામા આવી. ધોરણ 12B ની વિદ્યાર્થિની સોલંકી ચેલ્સી રાજુભાઈ એ ગુરુપૂર્ણિમા નું મહત્વ સમજાવતુ વક્તવ્ય આપ્યુ શાળાના અન્ય વિદ્યાર્થીઓ એ ગુરૂ વંદના તેમજ ગુરુની મહતા અંગે ગીત તેમજ ભજન ની રજૂઆત કરી. ધોરણ 9 ના વિદ્યાર્થિ હેપી (રામ) અને અરસલાનખાન (રહીમ) એ ગુરૂ વંદના નુ ગીત ગાઈ શાળાના વાતાવરણ ને મંત્રમુગ્ધ કરી બધાને ડોલતા કરી દીધા. આભાર વિધિ શાળાના મ.શિ. જી.એચ.જોશી એ કરી.
[wptube id="1252022"]