
વિજાપુર રોટરી ક્લબ ખાતે વર્ષ 2023/24 નો શપથવિધિ નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રોટરી ક્લબ ખાતે વર્ષ 2023-24 નો નવા પ્રમુખ તેમજ મંત્રી તેમજ સદસ્યો ની શપથવિધિ દાતાઓનો સન્માન નો કાર્યક્રમ ડિસ્ટ્રીકટ ગવર્નર તેમજ અસીસ્ટન ગવર્નર ની ઉપસ્થિતિ માં રોટરી ક્લબ ના હોલમાં યોજાયો હતો જેમાં જુના નવા તમામ રોટરીયન સભ્યો જોડાયા હતા કાર્યકમ માં શરૂઆત પ્રાર્થના કરીને કરવા માં આવી હતી વિદાય લેતા પ્રમુખ શાંતીલાલજૈન દ્વારા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યો હતો તેમજ નવીન પ્રમુખ કાનજી ભાઈ આઈ પટેલ તેમજ મંત્રી અજય જે બારોટ ને આવકાર્યા હતા તેમજ ડિસ્ટ્રીકટ ગવર્નર આશિષ ભાઈ દેસાઇ એ પ્રમુખ કાનજીભાઈ પટેલ અને અજય બારોટ ને શપથ લેવડાવ્યા હતા જ્યારે આસીસ્ટન્ટ ગવર્નર રમેશભાઈ પટેલે નવા સભ્યોને શપથ લેવડાવ્યા હતા દાતાઓ આપેલા દાન ને લઈને તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા રોટરી ક્લબ વિજાપુર દ્વારા આગામી દિવસો માં કરેલા કામો તેમજ સેવાકીય પ્રવૃત્તિ જાહેર કરવામાં આવી હતી ડિસ્ટ્રીકટ ગવર્નર આશીષ ભાઈ દેસાઈએ રોટરી ક્લબ ની કામગીરી ના સેવાના કાર્યો ના વખાણ કર્યા હતા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યો રમણભાઈ પટેલ તેમજ કાંતિ ભાઈ પટેલ તાલુકા પંચાયત ના પ્રમુખ પરેશ ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન શામજીભાઈ ગોર, પીબી પટેલ , કે એન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતુ





