મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર સર્પાકાર રીતે ટ્રક ચલાવનાર ઇસમ પકડી પાડી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ

મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર સર્પાકાર રીતે ટ્રક ચલાવનાર ઇસમ પકડી પાડી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી જીલ્લામાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા ટ્રાફિક શાખાના પીઆઈ વી એમ લગારીયાના માર્ગદર્શન હેઠળની ટીમ કાર્યરત હોય દરમિયાન સોશ્યલ મીડિયામાં એક વિડીયો અપલોડ જોવા મળેલ જેમાં ટ્રક ચાલક પોતાનો ટ્રક પુરઝડપે કાવા મારી આડો અવળો ચલાવી જતો હોય જેથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને મનુષ્યની જિંદગી જોખમાય તેવું કૃત્ય કરતો જોવા મળ્યો હતો જેથી વિડીયોમાં વાહનના નંબર જીજે ૧૩ એટી ૨૧૨૧ હોવાનું જણાઈ આવતા આરટીઓમાંથી ડીટેઇલ મેળવી ટ્રક ચાલકને શોધી કાઢ્યો હતો અને પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી જેથી ટ્રક ડ્રાઈવર અનીલ બીજલ બરબસીયા (ઉ.વ.૩૦) રહે ભગવતીપરા રાજકોટ મૂળ રહે પીઠળ તા. જોડિયા વાળાને ઝડપી લઈને આઈપીસી કલમ ૨૭૯,૩૩૬ અને એમવી એક્ટની કલમ ૧૭૭,૧૮૪ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે








