JUNAGADHJUNAGADH CITY / TALUKOUncategorized

જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિવિધ એનજીઓની મુલાકાત લેવામાં આવી

જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિવિધ એનજીઓની મુલાકાત લેવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન ચરાડવાની સૂચનાથી જુદી જુદી વિધાન સભાઓમા મહિલા મોરચા દ્વારા વિવિધ એનજીઓની મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં ૮૬-જુનાગઢ વિધાનસભામાં મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગર મહિલા મોરચા દ્વારા પણ વિવિધ એનજીઓ સાથે ચાય પે ચર્ચા નાં કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢના જુદા જુદા એનજીઓની મુલાકાત મહિલા મોરચા દ્વારા લેવામાં આવી હતી અને ભારત સરકારની વિવિધ ઉપલબ્ધિઓ અને જુદી જુદી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા.
આ તકે જૂનાગઢ મહાનગર મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન વાડોલીયા મહામંત્રી ભાવનાબેન વ્યાસ, હમીદાબેન દલ તથા ભાવનાબેન માળીએ તળાવ દરવાજા સ્થિત ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે એનજીઓ નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢનાં પ્રમુખ ડો.પાર્થ ગણાત્રા ની મુલાકાત લીધી હતી, અને નરેન્દ્રભાઈ મોદીના આગામી કાર્યકમમાં જોડાવા નિમંત્રણ પાઠવ્યું હતું, તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.

[wptube id="1252022"]
Back to top button