
મોરબી: રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો
મોરબી તાલુકાના આંદેણા ગામ નજીક ઓટોરીક્ષામાં વેચાણ કરવાને ઇરાદે વિદેશી દારૂની હેરાફેરી કરતા બનાસકાંઠા જીલ્લાના વડા ગામના એક શખ્સની મોરબી તાલુકા પોલીસે અટક કરી છે. આ સાથે પોલીસે ઓટોરીક્ષા તથા દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.નો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમે મોરબી-હળવદ રોડ ઉપર આંદેણા ગામની સીમ નજીક આવેલ રામદેવ હોટલ સામેથી ઑટોરિક્ષા જીજે-૨૪-ડબ્લ્યુ-૮૧૪૨ માં વિદેશી દારૂની ગ્રીન લેબલ બ્લેન્ડ વ્હિસ્કીની બોટલ નંગ ૯૨ની વેચાણ કરવાને ઇરાદે હેરાફેરી કરતા ભરતસિંહ અભેસિંહ વાઘેલા જાતે દરબાર ઉ.વ.૩૬ ધંધો-ડ્રાઇવિંગ રહે-વડા તા-કાંકરેજ પો.સ્ટે.-થરાદ જી-બનાસકાંઠાને ઝડપી લઇ આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.