
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાની પૂર્ણા નદી કિનારે વસેલા સુપા ગામના પ્રજાપતિ વાસ ના વિસ્તારમાં વાંદરાઓ બહોળી સંખ્યા રહેતા હોય છે. દરરોજ ઉછળ કુદ કરી આ વિસ્તારમાં પોતાની મસ્તીમાં મસ્ત લટાર મારતા જોવા મળતા હોય આજરોજ અચાનક એક વાંદરો વીજ થાંભલા પર ચઢી જતા તેને કરંટ લાગતા વીજ થાંભલા પર તેનું મોંત નિપજયું હતું. આ ઘટના અંગેની જાણ ગ્રામજનોને થતાં જોત જોતામાં જોવા માટે લોકોના લોકટોળા વળ્યા હતા હાજર ગ્રામજનોએ આ ધટના અંગેની જાણ વન વિભાગની સામાજિક વનીકરણ વિભાગ સુપા કચેરીમાં કરવામાં આવતા સુપા રેન્જનાં અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી વાંદરાને થાંભલા ઉપર ઉતારી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]



