Rajkot: રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘આંતરરાષ્ટ્રીય મહિલા વૈજ્ઞાનિક દિવસ’ નિમિત્તે રાજકોટની મહિલા વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટનું નિદર્શન કરાયું

તા.૧૨/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ ૧૧ ફેબ્રુઆરીને ‘ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જાતીય સમાનતા એ યુનેસ્કોની વૈશ્વિક પ્રાથમિકતા છે. તે કન્યાઓને તેમના શિક્ષણ માટે ટેકો આપે છે અને તેને લગતી તકો પૂરી પાડે છે. ત્યારે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે મહિલાઓ STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ & ગણિત ક્ષેત્રમાં આગળ વધે તે હેતુથી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ૨૦૨૩ની રાજ્યકક્ષાએ ગયેલ ૬ ગર્લ ચાઈલ્ડ સાયન્ટીસ્ટને તેઓનું સંશોધન કાર્ય પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પુરુ પાડ્યું હતું.
આ પ્રસંગે ગવર્મેન્ટ સ્કૂલ નંબર ૯૮ માંથી ગોહિલ અંજલી બાએ ‘કમ્પેરેટિવ સ્ટડી ઓફ ધ બાયોડાઇવર્સિટી સિચ્યુએશન ઇન રૂરલ’ વિષે, નિર્મલા કોન્વેન્ટ સ્કુલની નવ્યા ભટ્ટ અને ભક્તિ જોશીએ ‘અ નોવલ સ્ટડી ઓફ બાયો ફર્ટીલાઇઝર એન્ડ નેચરલ પેસ્ટીસાઈડસ’ વિષે, ધોળકિયામાં સ્કુલમાંથી જોષી નીલોમી એ ‘એક્સપ્લોરિંગ વીડી ઇકો સિસ્ટમ’ વિષે, ઈશા પંડ્યાએ ‘હારનેસિંગ ધ એરોમાઝ ઓફ ફ્લાવર્સ ઇનટુ ધ પરફ્યુમ’ વિશે તથા રાઠોડ કાવ્યાએ ‘આયુર્વેદિક પેપર સોપ ફ્રોમ અરીઠા એલોવેરા જેલ’ વિષેના પોતાના રીસર્ચ વર્ક વિષે લોકો અને બાળકોને અવગત કર્યા હતા. આ પહેલનો લાભ ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને મુલાકાતિઓએ લીધો હતો. વધુમાં વિદ્યાર્થીઓ અને મુલાકાત ઓએ તેમના પ્રોજેક્ટ નિહાળ્યા હતા અને તેમને મનમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરી અને તેમના પ્રોજેક્ટ પરનું માર્ગદર્શન મેળવ્યું હતું.